હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કોઈ દુર્ધટના/આપત્તિના સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અને ઇમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૦૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
આટલુ કરો
પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.
માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો.
પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો.
માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો.
ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો.
પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.
ત્રણ સ યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ.
આટલુ ન કરો
સીન્થેટી વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. લોકોને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે.
વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.
લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી.
મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ.
ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.
પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિં.
થાંભલામાં કે મકાનમાં ફલાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો