રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. આવતીકાલ તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીઓ અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકુતિક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.૧૨ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે રાજ્યપાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે

Related posts

Leave a Comment