હિન્દ ન્યુઝ, ભાવનગર
આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેઝ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં, એમ.બી.એ. ભવનની પાછળ, ભાવનગર ખાતે તારીખ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન” યોજાશે.
આ કૃષિ પરિસંવાદમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સારી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરએ જણાવ્યું છે.