ગળતેશ્વર તાલુકાના વસો ગામમાં પ્રાથમિક શાળા નું નવીનીકરણ

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

    ખેડા જીલ્લા ના ગળતેશ્વર તાલુકાના ના વસો ગામમાં આજ રોજ સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળા નું નવીનિકારણ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમારંભના અઘ્યક્ષ અને ઉદ્ઘાટન ડૉ. કુબેરભાઈ ડીંડોર (મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૉઢ શિક્ષણ) અને મુખ્ય મહેમાન તરીકે યોગેન્દ્રસિંહજી પરમાર (ધારાસભ્ય ૧૧૯-ઠાસરા એસ.ડી.વસાવા (જિલ્લા વિકાસ અધિકારી ખેડા) અમિત પ્રકાશ યાદવ (જિલ્લા કલેક્ટર, ખેડા) ડૉ. પરેશકુમાર આર. વાઘેલા (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ખેડા) અને નિમંત્રક રમેશભાઈ છોટાભાઈ પટેલ (પ્રમુખ માતૃભૂમિ ચેરિટી ફાઉન્ડેશન યુ.એસ.એ) ચીમનભાઈ ઈચ્છાભાઈ પટેલ (ચેરમેન શ્રીજી સેવા ટ્રસ વસો) તેમજ આવેલ મહેમાનો નું શાળાનાં વિદ્યાર્થીનીઑ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. વસો પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વિપુલભાઈ પટેલ અને તમામ શિક્ષકો અને આજુ બાજુ ગામ ની શાળા ના શિક્ષકો અને ગામ ના નાગરિકો કાર્યક્રમ ને શાન્તિ નિહાળ્યો આમ કાર્યક્રમ પુર્ણ કરાયો.

 રિપોર્ટર : મોહિન મલેક, ગળતેશ્વર

Related posts

Leave a Comment