હિન્દ ન્યૂઝ, જામનગર
જામનગર તા.30 ડિસેમ્બર, સક્ષમ અધિકારી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઇવે ૧૫૧-એ ના કામે જમીન સંપાદન તથા આનુસંગીક કામગીરી માટે નિવૃત મામલતદાર અથવા નિવૃત નાયબ મામલતદાર અથવા સમકક્ષ એક જગ્યા તેમજ નિવૃત તલાટી / નિવૃત સર્કલ ઇન્સ્પેક્ટર અથવા સમકક્ષ (એક જગ્યા) માટે લાયકાત ઘરાવતા અને ઇચ્છુક ઉમેદવારોને ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે. સદરહુ જગ્યા અન્વયે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૭/૦૧/૨૦૨૫ સુધીમાં જરૂરી વિગતો સાથે રૂબરૂ કચેરીની મુલાકાત લેવાની રહેશે.અને હાજર રહેતા પહેલા અરજી અને વિગતો ઇમેઇલથી po_dhrol_jam@gujarat.gov.in પણ મોકલી આપવાની રહેશે તેમ સક્ષમ અધિકારી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને પ્રાંત અધિકારી ધ્રોલની યાદીમાં જણાવાયું છે.