હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આગામી તા.૧૪/૦૧/૨૦૨૫ના રોજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મકરસંક્રાતિ(ઉતરાયણ) પર્વની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને ચાઈનીઝ માંઝા, નાયલોન તેમજ પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનીકારક પદાર્થોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ છે.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પતંગ ચગાવવાના કોઈપણ પ્રકારના પ્લાસ્ટીક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, નાયલોન, ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ અને આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર તેમજ ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુકકલ(બલુન), ચાઈનીઝ લેન્ટર્ન(ફાનસ)ના જથ્થાબંધ વેપાર, આયાત, ખરીદ, વેંચાણ, સંગ્રહ, વપરાશ અને ઉપયોગ કરવા તથા ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામુ તા.૧૬/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.