હિન્દ ન્યુઝ, ભુજ
કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠ્ઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી હોય આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે માટે હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટ્રર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રિસેપ્સન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Program for Analysis of Traveller & Hotel informatics) સોફટવેર ઈન્સટોલ કરાવી કચ્છ જિલ્લામાં અમલવારી કરાવવા કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે સમગ્ર કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ દરેક હોટલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફરખાનાના માલિકો/સંચાલકોએ ગ્રાહકની રજિસ્ટ્રર એન્ટ્રીની સાથે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં અમદાવાદ શહેરી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ તમામ PATHIK (Program for Analysis of Traveller & Hotel informatics) સોફટવેર ઈન્સ્ટોલ કરાવી રજિસ્ટ્રરમાં થતી એન્ટ્રી આ PATHIK સોફટવેરમાં કરવા જાહેરનામું બહાર પાડયું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે તપાસના અંતે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના. જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને જાહેરનામાનો ભગ કરનાર ઈસમો કરનાર ઈસમો વિરુધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમનો સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ હુકમ તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.