હિન્દ ન્યુઝ, ભુજ
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે રણોત્સવ શરૂ થઇ ગયો હોઈ રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ તેમજ કચ્છ જિલ્લાના પર્યટક સ્થળોની મુલાકાત લઇ શકે એ હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા એ.સી વોલ્વો બસ મુકવામાં આવેલી છે જેના રૂટો (૧) ધોરડોથી નારાયણ સરોવર સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.800/- (૨) ધોરડો થી માતાના મઢ સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૩) ધોરડોથી માંડવી સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૪) ધોરડો થી ધોળાવીરા સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું રૂ.800/- નિયત કરવામાં આવેલું છે. તેમજ ઉપરોક્ત તમામ રૂટોનું ઓનલાઈન બુકિંગ GSRTC.IN ની વેબસાઈટ પરથી તેમજ ધોરડો સબરસ બસ સ્ટેશન ખાતે GSRTC ના કાઉન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે.