હિન્દ ન્યુઝ, ભુજ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી જિલ્લાકક્ષાનો આયુષ મેળો ૭ ડિસેમ્બરના અંજાર ખાતે યોજાશે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા, ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા અતિથી વિશેષ જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુરાભાઇ છાંગા, અંજાર પાલિકા પ્રમુખશ્રી વૈભવભાઇ કોડરાણી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.
આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, પ્રકૃતિ પરીક્ષણ આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ – જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન, વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા – ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિદર્શન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વીડિઓ તથા પુસ્તકોના નિશુલ્ક પ્રદર્શનનું યોજાશે તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.