સૂત્રાપાડા ખાતે મહિલાઓની જાતિય સતામણી અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

  જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરૂધ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે.

જેના અનુસંધાને સુત્રાપાડા જીએચસીએલ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. 

આ સેમિનારમાં કાયદા સંબંધે તેમજ જો કોઈ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત એક ટૂંકી “પ્રતિકાર” ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ મહીલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમનનો સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, તાલુકા કાનુની સેવા સમિતિનો સ્ટાફ તેમજ વિવિધ ટ્રેડની વિદ્યાર્થિનીઓ તેમજ ઈન્સ્ટ્રકટર ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

Leave a Comment