હિન્દ ન્યુઝ, વડોદરા
તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દ્વારા વાઘોડિયા ખાતે જિલ્લા કક્ષાના”ભૂલકા મેળો ૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શીખવાની જરૂરી વસ્તુઓ જેવી કે ટ્રેનિંગ લર્નિંગ મટીરિયલ્સ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવીને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહેમાન સૌને ખુશ કરી દીધા હતા. આ સાથે પીએસઈ દ્વારા પણ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ મેળામાં ભાગ લેનાર સૌને પ્રોત્સાહન માટે ભેટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મૂળરાજસિંહ મહીડા, કારોબારી ચેરમેન નિલેષભાઈ ચંદ્રકાંત પુરાણી, દંડક નવીનભાઈ સોલંકી, મહિલા અને બાળ કમિટીના ચેરમેન શ્રીમતી રેવાબેન કનુભાઈ વસાવા, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ પી રોહિત, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ એલ રાઠોડિયા અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.