હિન્દ ન્યુઝ, રાજકોટ
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે આશા વર્કર બહેનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે વધુને વધુ લોકોને “આયુષ્માન વય વંદના કાર્ડ” મળે તે માટે થયેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ૭૦ કે તેથી વધુ વર્ષની વયના તાલુકાના વરિષ્ઠ નાગરિકો “આયુષ્માન વય વંદના કાર્ડ” યોજના અન્વયે મફત સારવાર મેળવી શકશે. વધુમાં તેઓએ આશા વર્કર બહેનોને નમોશ્રી, જનની સુરક્ષા યોજના અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાથી માહિતગાર કર્યા હતા. જસદણ તાલુકામાં કુલ ૪૧૪૧ લોકોના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે.