હિન્દ ન્યુઝ, સાવલી
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કારેલીબાગ વડોદરા આયોજિત બીઆરસી સાવલીના સી.આર.સી મેવલી ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત ક્લસ્ટરની ૧૧ શાળાઓ દ્વારા વિવિધ ૧૭ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
શાળા કક્ષાએ આચાર્ય નાનુભાઈ માલીવાડ અને સીઆરસી કોઓર્ડીનેટર મુકેશભાઈ શર્મા દ્વારા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખૂબ સુંદર રીતે સૌ વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા.
ટેકનોલોજીના સમયમાં સાયન્સ એન્ડ મેથ્સની ખૂબ જરૂરિયાત છે તે મુજબની વિષય અનુબંધિત વિવિધ સુંદર કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ બાળ વૈજ્ઞાનિકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય નાનુભાઈ માલીવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. મેવલીમાં સમોરન વૈજ્ઞાનિક અભિગમ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય,એસ.એમ.સી ના સભ્ય સચિવ અને અધ્યક્ષએ હાજર રહી કૃતિઓમાં ભાગ લેનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.