આણંદ જિલ્લામાં ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, આણંદ

    ચૂંટણીપંચ  દ્વારા તા.૦૧ જાન્યુઆરી – ૨૦૨૫ ના રોજ મતદાન માટે લાયક એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નાગરિકો માટે  ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરેલ છે. 

આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશના દિવસે તા.૧૭ નવેમ્બર રવિવારના રોજ જિલ્લાના  તમામ મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે. 

આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીની કચેરીએ મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા-વધારા તથા કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવશે. 

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, આણંદ દ્વારા આણંદ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે, કે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પુરા કરનાર લાયક મતદારોએ આ કાર્યક્રમનો લાભ લઈ મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરી લેવા જણાવવામાં આવ્યું છે. 

હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ http://Voters.eci.gov.in અને મોબાઈલ એપ્લિકેશન Voter Helpline બંન્નેનો ઉપયોગ કરી શકાશે, તેમ પણ વધુમાં  જણાવાયું છે.

Related posts

Leave a Comment