હિન્દ ન્યુઝ, રાજકોટ
RBSK ટીમ દ્વારા છાસિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો. હિરલ ઠુંમરે આ બાળકનું તા. ૦૧/૦૧/૨૦૧૮ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા જયદીપને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતેથી સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો.
યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ બાળકને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. શાળા આરોગ્ય-આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો હતો. જજ્ઞોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી, ખાનગી હોસ્પિટલમાં થતુ ૭,૦૦,૦૦૦ ( સાત લાખ) સુધીનું આ ઓપરેશન રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું. હાલ જયદીપ એકદમ તંદુરસ્ત છે અને તેના માતા-પિતા ચિંતામુક્ત છે. રાજ્ય સરકારપ્ર ત્યે જયદીપના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.