હિન્દ ન્યુઝ, રાજકોટ
વિશ્વમાં દર વર્ષે ૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ) મનાવવામાં આવે છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આ દિવસ ઉજવાયો હતો.
રાજકોટ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨-અર્બન આરોગ્ય કેન્દ્રો, અને ૨૯૩-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તેમજ શાળાઓમાં કાર્યક્રમ, જાહેર સ્થળોએ બેનર, પોસ્ટર, પેમ્ફલેટ માઇક દ્વરા પ્રચાર પ્રસાર, તેમજ સોશ્યલ મીડીયા દ્વરા “વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે”નો પ્રચાર-પ્રસાર કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.
આયોડીન (મીઠા) ના ઉપયોગની જરૂરિયાત વિશે જણાવવું અને મીઠાની ખામી બાબતે જાગૃતિ લાવવાનો છે. સમગ્ર વિશ્વમાં મીઠાની ખામીના કારણે વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની છે. આજે વિશ્વમાં કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તીને મીઠાની ઉણપના લીધે બિમારીઓનું જોખમ વધી ગયું છે. ડબલ્યુ.એચ.ઓ.ના જણાવ્યાં અનુસાર આજે પણ ૫૪ દેશોના લોકોમાં મીઠાની ઉણપ વર્તાય છે. મીઠું સુક્ષ્મ પોષક તત્વ છે, જે મનુષ્યની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.