હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન અકસ્માત નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સરકારી ઓફિસમાં ટુ વ્હીલર પર આવતા કર્મચારીઓ હેલ્મેટની પહેલ કરે તે અંગે સૂચના આપી હતી, તેમજ રાજકોટ શહેર તેમજ શહેરને જોડતા હાઇવે પરના બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.