હિન્દ ન્યુઝ, સુરત
👉જો તમે બહારગામ જવાનાં હોવ કે બે-ચાર કલાક ઘર લોક કરીને બહાર જવાનાં હોય તો વૉચમેનને જાણ કરો. વૉચમેનને જણાવો કે દર કલાકે માત્ર મુખ્ય દરવાજો જ નહીં પણ ચારે બાજુથી ચેક કરે! ચોર મુખ્ય દરવાજેથી જ નહીં બારીની ગ્રીલ તોડીને પણ અંદર જઈ શકે છે!
👉એક દિવસથી વધારે દિવસ માટે બહારગામ જવાનું હોય તો દાગીના કે રોકડ રકમ લોકરમાં મૂકીને જાવ. ઘરમાં જોખમ હોય તો મિત્રને અથવા તો પડોશીને ત્યાં મૂકો. બેંકમાં લૉકર ન હોય તો લૉકર ખોલાવી દો.
👉અજાણ્યા સ્ત્રી કે પુરૂષ તમારા ઘરે આવીને તમારું સરનામું પુછે તો ગ્રીલ બંધ રાખીને જવાબ આપજો. એ વ્યક્તિ તમારા પતિ, પિતા, ભાઈ કે બહેનનાં મિત્ર હોવાનો દાવો કરે તો પણ ખાતરી કરીને ઘરમાં પ્રવેશ આપવો. આવા લોકો હથિયારની અણીએ ઘરમાં લૂંટ ચલાવી શકે છે.
👉 તમારા ઘરે દાગીના સાફ કરવા કે ધોવડાવવા કે ચમકાવવા કોઈપણ અજાણ્યા માણસો આવે તો એમને ઘરમાં પ્રવેશ આપશો નહીં કે એમની પાસે તમારા દાગીના સાફ કરાવશો નહીં.