હિન્દ ન્યુઝ, મોરબી
મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ‘૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ – હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું – ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી – વાલાસણ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ તથા ૨૬ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ – મોરબી ખાતે આયુર્વેદ – હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં નિદાન સારવાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ અને યોગનું મહત્વ તથા યોગ અભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપતા ચાટ પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે.