તા.૨૦મીએ લિબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત

     રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે એકજ સ્થળે ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોન વિસ્તારમાં તા.૨૦/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નીલગીરી ગ્રાઉન્ડ, નીલગીરી સર્કલ પાસે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં મંત્રી, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

            આ સેવાસેતુમાં સવારે ૦૯.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા દરમિયાન વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના લાભો લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment