રાજકોટ શહેર જાતીય સુખ મેળવવા ગુપ્તાંગમાં નાખેલી લાકડી પેશાબની કોથળીમાં ફસાઈને બટકી ગઈ અને પથરીનું કારણ બની 

રાજકોટ,

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વિભાગીય વડા ડો.જીતેન્દ્ર અમલાણીના માર્ગદર્શન હેઠળ યુરો-સર્જન ડો.જીગેન ગોહેલ અને ડો.પ્રતિક અમલાણીએ ઓપરેશન કરી પથરી દૂર કરી પથરી કાઢતા જ ડોકટર અચંબામાં પડી ગયા. પેશાબની કોથળીમાં આશરે ૬ સે.મી. જેટલી લાંબી સાઈઝની લાકડી ખેતરમાં જોવા મળતી ઝાડની લાકડી જોવા મળી હતી. અને તે લાકડી સાથે ૪ સે.મી. સાઈઝની પથરી ચોટેલી હતી દર્દીને વિશ્ર્વાસમાં લઈ હકિકત જાણી અને દર્દીએ સ્વીકારેલ કે જાતીય સુખ સંતોષવા માટે આવી લાકડી પેશાબનાં રસ્તે નાંખતી હતી. જે લાકડી તુટીને પેશાબની કોથળીમાં ફસાઈ ગઈ પરંતુ સામાજીક ડરના કારણે તેણે આ વાત છુપાવેલી હતી. ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં એનેસ્થેસિયોલોજીસ્ટ ડો.વંદના પરમાર, ડો.પલક શાહ અને નર્સીંગ સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવી

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment