રાજકોટ,
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. જે માટે પોલીસ કમિશ્નરે રાજકોટના તમામ પોલીસ મથકોના ઇ-મેઇલ આઇ-ડી અને મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જેથી રાજકોટવાસીઓ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર થકી ફરીયાદ કરી શકે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦૦ને પાર થઇ ગઇ છે. બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીના ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
