ભાજપ સંગઠન માં ઉપેક્ષા અનુભવતા રાણપુર તેમજ રાણપુર તાલુકાના આશરે ૧૦૦ થી વધુ યુવાનો શિવસેના માં જોડાયા

રાણપુર,

રાણપુર શહેર ના ભાજપ સંગઠન માં ઉપેક્ષા અનુભવતા રાણપુર તેમજ રાણપુર તાલુકાના આશરે ૧૦૦ થી વધુ યુવાનો શિવસેના માં જોડાયા. સાથે જ રાણપુર માં ખાણીપીણી નો ધંધો ચલાવતા મનહરભાઈ ઈંટોળીયા ના રાણપુર શહેર શિવસેના ના મહામંત્રી તરીકે પણ વરણી કરવામાં આવી. દરેક ચુંટણી વખતે ભાજપ માટે ભુખ્યા તરસ્યા રહીને મેહનત કરવા છતાં યુવાનો ની હાલ માં નવનિયુક્ત ભાજપ સંગઠન માં ઉપેક્ષા થતા યુવાનો ને ભાજપથી વિમુખ થવા મજબુર થવું પડ્યું છે. સાથે જ હાલમાં રાણપુર ભાજપ સંગઠન દ્વારા કતલખાના બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં યુવાનો ને રોકવામાં આવતા રાણપુર તાલુકા અને શહેરના યુવાનો માં ભારે રોષ ઉભો થયો. પરંતુ રાણપુર ભાજપ માં સંગઠન ની ચાવી પ્રમુખ કે મહામંત્રી પાસે ન હોય અન્ય વ્યક્તિ પાસે હોય વધારે આશા ન રાખતા રાણપુર શહેર ના શિવસેના સંગઠન માં જોડાઈને હિન્દુ સમાજના એકતા વધુ મજબૂત કરવાનો નીર્ધાર કર્યો. અત્રે નોંધનીય છે કે રાણપુર શહેરમાં શિવસેના નું સંગઠન ખાલી પેપર પર જોવા મળતું હતું પરંતુ હવે ભાજપ કરતા શિવસેના પાસે યુવાધન વધુ મજબુત થઈ રહ્યું છે ત્યારે આગામી ચુંટણી માં પણ શિવસેના ભાગ લેશે એવી જાણ બોટાદ જિલ્લા શિવસેના મહામંત્રી શ્રી અજયભાઈ એ જણાવ્યું છે.

 

રિપોર્ટ : જયેશભાઈ મોરી, રાણપર

Related posts

Leave a Comment