રાજકોટ,
રાજકોટ શહેર વિસ્તારના બહેનો ને આ ચૂકવણું થયેલ નથી. અને ચૂકવણું ક્યાં બેન્ક ખાતામાં કરવું તે બાબતે પ્રોગ્રામ ઓફીસર દ્વારા ઉચ્ચ કક્ષાએ માર્ગદર્શન માંગવામાં આવેલ છે. આ બાબતે ભારતીય મજદૂર સંઘ દ્વારા શહેરી વિસ્તારની આંગણવાડીના બહેનોને પણ આ ચુકવણું રૂરલની જેમ જ સ્તવરે ખાતાકીય બેન્ક એકાઉન્ટમાં જમા કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ મ્યુ.કોર્પોરેશન વિસ્તારની આંગણવાડીના બહેનોના D.A.નું ચૂકવાનું ઘણાજ લાંબા સમયથી બાકી છે. તે બાબતે આ અગાઉ ભારતીયા મજદૂર સંઘ દ્વારા માન મ્યું.કમિશ્ર્નર ને તા.૧૬.૧૨.૨૦૧૯ ના પત્રથી આ ચૂકવણા માટે વહીવટી અને હિસાબી શાખા વચ્ચે સંકલનનો અભાવ જણાયેલા જે બાબતે બંને શાખાઓને જરૂરી સૂચના ઓ આપી સત્વરે કરવા વિનતી કરવામાં આવેલ અને ભારતીય સજદુર સંઘના જીલ્લા મંત્રી દ્વારા કમીશ્ર્નર ને રૂબરૂ પણ રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ