કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દમણ-દીવ દાદર નગર હવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલ નો જન્મદિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ 

      કેન્દ્રશાસિત દીવમાં આજરોજ પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ ના અનુક્રમે દીવમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ અને માછીમારોને કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં સફાઈ કર્મચારી બહેનોને સાડી, રેઇનકોટ, લંચબોક્સ અને મીઠાઈનું બોક્સ અને સફાઈકર્મી ભાઈ ને કંબલ, રેઈનકોટ, લંચબોક્સ અને મીઠાઈ નો બોક્સ આપવામ  આવેલ. માછીમાર ભાઈઓને લાઈફ જેકેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું.

    આ પ્રોગ્રામ દરમિયાન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ હરેશ કાપડિયા સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી બેહનો-ભાઈઓ અને મચ્છીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ

Related posts

Leave a Comment