ગીર સોમનાથ જિલ્લા નેશનલ લોકઅદાલતમાં કુલ રૂ. ૮,૪૯,૪૯,૮૯૪.૭૮/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકઅદાલતમાં કુલ ૮૮૧ પેન્ડીંગ કેસોનો સમાધાનથી તેમજ મેજિસ્ટ્રેટના સ્પેશ્યલ સીટીંગમાં કુલ ૧૮૭૦, પ્રિ-લીટીગેશનના કુલ ૧૫૭૬ મળીને કુલ ૪૯૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

લોક અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮, ભરણપોષણના કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતના વળતરને લગતા કેસો, સ્પેશ્યલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના કેસો તથા ટ્રાફિક ચલણના કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

લોકઅદાલતમાં કુલ રૂ. ૮,૪૯,૪૯,૮૯૪.૭૮/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યુ હતું. એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથના સેક્રેટરી કે.જી.પટેલ સાહેબની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment