રાજકો,
રાજકોટ શહેર લોકડાઉન દરમ્યાન લોકો કોરોના વાયરસથી બચવા સાવચેત બની ગયેલ જે ધ્યાનમાં લઇ તેમજ ધંધા રોજગાર આગળ વધે તે માટે છુટછાટ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં લોકડાઉન દરમ્યાન કોરોનાની પરિસ્થિતિ પર ઘણો કંટ્રોલ હતો. પરંતુ અનલોક તબક્કામાં છુટછાટ કર્યા બાદ રાજકોટ જીલ્લા તથા શહેરમાં કોરોનાના કેસ વધવા પામેલ છે. આ કેસો વધતા અટકાવવા નગરજનોએ જાગૃત બનવાની ખાસ જરૂર છે. સિનીયર સીટીઝનોએ ફરજીયાત કામ સિવાય બહાર ન નીકળવા, બાળકોને બહાર ન લઇ જવા તેમજ ધંધા રોજગાર પર જતાં તમામ લોકોએ માસ્કનો ઉપયોગ કરવો સોશયલ ડિસ્ટન્સ જાળવવું સાબુથી હાથ ધોવા સેનિટાઇઝ કરવું વિગેરેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. યુવાનોએ પણ ચા-પાનના ગલ્લાઓ પર સાથે ઉભા ન રહેવું. કોરોના મહામારીથી પોતાને, પરિવારને અને સમાજને બચાવવા જાગૃત રહેવા અપીલ કરું છું.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ