રાજકોટ શહેરમાં વધુ ૨ ડૉક્ટરને કોરોના પોઝીટિવ આવતા ફફડાટ મચી ગયો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ ૨ ડૉક્ટરને કોરોના પોઝીટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ત્યારે શહેરના સિવિલ હોસ્પિટલના ૨ મહિલા ડોક્ટરને કોરોનાની ચપેટમાં આવ્યા છે. રાજકોટ મેડિસિન વિભાગના પ્રોફેસર ડો.મેઘાવી બહેન અને ડો.મનીષાબેન પંચાલ અમદાવાદ ફરજ પર હતા. અને ગઈકાલે રાજકોટ આવ્યા હતા. જેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આજે પોઝીટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાઈ છે. એક તરફ મહામારીના કારણે લોકો મુશ્કેલી ભોગવવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વાયરસ હજુ સુધી કોઈ દવા શોધાણી નથી. બીજી તરફ વધતા જતા કેશો છતા લોકો સલામત નથી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment