ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી

 શ્રીકૃષ્ણ ને સવા લાખ ફૂલોથી શણગાર, રાત્રિની મહા આરતીમાં હજારો ભાવિકો ઉમટ્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ
      ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ, અને વિવિધ શુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને જાજરમાન ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. દિવસ દરમ્યાન ભક્તો શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર વતી ચીફ એકાઉન્ટન્ટ અજયભાઈ દુબે એ વિશેષ મહાપૂજા કરી હતી. રાત્રે 12,:00 વાગ્યે શ્રીકૃષ્ણની મહા આરતી યોજાયેલ હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મધ્ય રાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીએ અને જય રણછોડ, માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિસરી, પેંડા, ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ભક્તોએ ઘરેબેઠા લીધેલ હતો.

Related posts

Leave a Comment