ગીર સોમનાથ જિલ્લાના અનુ.જાતિના વિદ્યાર્થીઓના આધાર નંબર બેંન્ક ખાતામાં લિંક કરાવવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

      અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેંન્દ્ર પુરસ્કૃત પ્રિ-મેટ્રીક (ધોરણ- ૦૧ થી ૧૦) અને પોસ્ટ મેટ્રીક (ધોરણ-૧૧ થી કોલેજ કક્ષા) શિષ્યવૃતિ યોજનાઓ કેંન્દ્ર સરકારની અદ્યતન માર્ગદર્શિકા હેઠળ વિદ્યાર્થીઓના આધાર બેઇઝ પર ચુકવણું કરવાનુ હોવાથી આધાર નંબર બેંન્ક સાથે લિંક અને Enable for DBT કરવાની કાર્યવાહી હાથ ધરવાની છે.

      તાજેતરમાં, જિલ્લા કલેકટર આર.જી.વઢવાણીયા સાહેબશ્રીની અધ્યક્ષતામાં લીડ બેંન્કના અધિકારી, જુદી જુદી બેન્કના ૨ અધિકારી, અને શિક્ષણખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટર સાહેબની સુચના અનુસાર, દરેક શાળાએ આધાર નંબર બેંન્ક સાથે લિંક અને Enable for DBT કરવાની બાકી રહેતા વિદ્યાથીઓના જરૂરી ડોક્યુમેંન્ટ અને આધાર-પુરાવામાં જે-તે લગત બેંન્કને જરૂરી ફોર્મ સહિત આ તમામ વિદ્યાર્થીઓની દરખાસ્ત ફાઇલ લઇને શાળાના જે-તે જવાબદાર કર્મચારીએ લગત બેંન્કમાં સંપર્ક કરીને તમામ બાકી રહેલા વિદ્યાર્થીઓના આધાર નંબર બેંન્ક સાથે લિંક અને Enable for DBT કરવાની કામગીરી આગામી તા.૧૫ જુન ૨૦૨૩ સુધીની સુનિશ્ચિત મર્યાદામાં પુર્ણ કરવાની રહેશે. તેમજ દરેક બેંન્કને આ કામગીરી સુનિશ્ચિત સમય મર્યાદામાં પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવેલ છે.

      તદુપરાંત તમામ વાલીઓને અનુરોધ છે કે આપના પુત્ર/પુત્રીનાઆધાર નંબર બેંન્ક સાથે લિંક અને Enable for DBT કરવાના બાકી હોઇ તો,આ કાર્યવાહી સત્વરે લગત બેંકમાં જઇ પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.જો આ અંગે બેંન્ક બાબતે કોઇપણ સમસ્યા સર્જાય, તો લીડ બેંન્ક મેનેજર, એસ.બી.આઇ., સટ્ટા બજાર, વેરાવળનો સંપર્ક સાધી શકાશે. તેમજ જરૂરી જણાયે શાળાના જે-તે જવાબદાર કર્મચારી દ્વારા વિદ્યાર્થીને મદદ કરવામાં આવશે. તેમજ કોઇપણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયે નાયબ નિયામક, અનુ.જાતિ ક્લ્યાણની કચેરી, જિલ્લા સેવા ન સદન, કલેક્ટર કચેરી. ઇણાજ, તા.વેરાવળ ઓફિસ નં.૩૬૩/૩૬૪ નો સંપર્ક સાધી શકાશે.તેમ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ ગીર સોમનાથની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment