કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નીકાવા ખાતે યોજાયો લોન ધીરાણ કેમ્પ

હિન્દ ન્યુઝ, નીકાવા (કાલાવડ)

ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબારો / લોક સંવાદ નુ આયોજન કરવામાં આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી સારો પ્રતીસાદ સાપડયો હતો.

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૭/૦૨/૨૦૨૩ ના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નીકાવા ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન / ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલાના અધ્યક્ષપણા હેઠળ કાલાવડ ગામ્ય પો. સ્ટે. નાં પો.સબ.ઇન્સ. એચ.વી.પટેલ તથા યુનીયન બેંક ઓફ ઇન્ડીયા તથા ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંક ના અધીકારી આભા તથા સચીન નથવાણી સાથે કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે વિસ્તાર હેઠળ આવતા ગામના લોકો માટે અને સામાન્ય પ્રજાજનો વ્યાજબીદરે લોન / ધીરાણ મળી શકે તે અંગે નીકાવા ખાતે આમ જનતાને મળી શકતી લોનો તથા ધીરાણ બાબતે સમજુતી આપવામાં આવેલ અને આ કેમ્પમાં કાલાવડ ગ્રામ્ય પોસ્ટે વિસ્તારમાં રહેતા અંદાજીત ૬૦ થી ૭૦ લોકો હાજર રહેલ અને કેમ્પ ખૂબ સફળ રેહવા પામ્યો હતો.

Related posts

Leave a Comment