બીલીમોરા – દેવસર ખાતે હરસિદ્ધ ફેક્ટરી એમોનિયા ગેસ લીકેજને લીધે સીલ કરાઈ

હિન્દ ન્યુઝ, બીલીમોરા

સરદાર માર્કેટ નજીક મેઇન રોડ ઉપર આવેલી હરસિધ્ધ આઇસ ફેક્ટરી માં ગતરાત્રિના બે વાગ્યા દરમિયાન એમોનિયા ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી જેથી આસપાસના વિસ્તારમાં લોકોને આંખમાં બળતરા તથા ગુંગળામણ જેવી સમસ્યા ઉદભવેલી જેથી હરસિદ્ધ ફેક્ટરી ના માલિક પ્રકાશકુમાર ભોગાયતા ને ગ્રામ પંચાયત દેવસર દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે તમામ ટેકનિકલ મશીનરી અને સક્ષમ અધિકારી નું ઇન્સપેકશન ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ રાખવી તેમ છતાં ફેક્ટરી ના માલિક પ્રકાશકુમાર ભોગાયતા દ્વારા ફરી ફેક્ટરી ખોલવામાં આવી અને સાંજ ના સમયે ફરી થી એમોનિયા ગેસ લીકેજની ઘટના બનવા પામી તાત્કાલિક ફાયર બ્રિગેડ અને નગરપાલિકા ના વડા અને ચીખલી પ્રાંત અધિકારી અમિતકુમાર ચૌધરી તથા ગણદેવી મામલતદાર જે.બી.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન યાદવ, સકૅલ ઓફિસર સુરેશ દેસાઈ, દિવ્યેશ પટેલ, નાયબ મામલતદાર જયેશ દેસાઈ, બિલીમોરા પો.ઇ. ટી.એ.ગઢવી, દેવસર ગ્રામ્ પંચાયત નાં સરપંચ ચેતનાબેન પટેલ તથા તલાટી દેવસર આ તમામ ની હાજરી માં હરસિદ્ધ આઈસ ફેકટરી સીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ચીખલી અમિતકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે ગતરાત્રિ દરમિયાન પગલે નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ ફેક્ટરીના માલિક દ્વારા નોટિસનો ઉલ્લેખન કરી ચાલુ કરી હોવાથી આ આઈસ ફેક્ટરી તાત્કાલિક ધોરણે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : જયદીપ રાવલ, બીલીમોર

Related posts

Leave a Comment