ગોખલાણા ગામેથી દારૂ મળી આવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે મળેલ બાતમી ને આધારે જસદણ ગોખલાણા રોડ ઉપર અશ્વિનભાઇ ઘુઘાભાઇ ડેકાણી ગોખલાણા પોતાના માલિકીના રહેણાક મકાને દેશી પીવાનો દારૂ રાખી વેચાણ કરે છે જે માહિતી ને આધારે જસદણ પોલીસ ગોખલાણા ગામે વાકીયા રોડ ઉપર જતા શેરીમાં આવેલ લોખંડ ખોલી અશ્વિનભાઇ નામનો અવાજ કરતા કોઇ હાજર ના હતા જેથી સાથે મકાન ના ફળીયા માં ચેક કરતા ફળીયામાં આવેલ ઢાળીયા ની ગમાણમાં એક પ્લાની થેલી પડેલ જે થેલી ખોલી ચેક કરતા થેલીમા પ્રવાહી ભરેલ કોથળીઓ હતી અને જે કોથળીઓ બહાર કાઢી જોતા કુલ ૧૪ કોથળીઓ હતી જે આરોપીએ પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાને ઢાળીયામાં પશુની ગમાણમાં ગે.કા. પાસ પરમીટ વગર કેફી પ્રવાહી લીટર ૦૭ કિ.૧૪૦/ -નુ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા પ્રોહી કલમ ૬૫ એ.એ. મુજબ નો ગુન્હો કરતા જસદણ પોલીસે અશ્વિન ડેકાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ (જસદણ)

Related posts

Leave a Comment