મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને શ્રી એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને શ્રી એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧૫ એકમ (કંપની) માં મશીન ઓપરેટર, માર્કેટિંગ ઍક્સિકયુટીવ, સેલ્સ એક્સિયુટીવ, ઍડવાઇઝર, ટર્નર, ફીટર, મશીનિસ્ટ સ્ટોરકીપર, વેલ્ડર, ઓફિસ એક્સિક્યુટિવ, એકાઉટન્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ- ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૫/૧૨/૨૦૨૨ (રવિવાર), સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે, શ્રી એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનિશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે .

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment