ટીચર્સ ડે નિમિતે પ્રતિભાશાળી શિક્ષકોનું રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા, ઇનરવીલ ક્લબ ઓફ ધ્રાંગધ્રા, રોટરેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રા અને BRC ભવન ધ્રાંગધ્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

5 સપ્ટેમ્બર નાં રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિશ્વ આખામાં શિક્ષક નું વિશેષ મહત્વ રહેલું છે ભારતમાં પણ ગુરુ સમાન દરજ્જો આપતાં શિક્ષકો નવી પેઢીના ઉમદા નિર્માણમાં સવિશેષ યોગદાન આપતાં રહ્યા છે તયારે આ વિશેષ દિવસે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા, ઇનરવીલ ક્લબ ઓફ ધ્રાંગધ્રા, રોટરેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રા અને BRC ભવન ધ્રાંગધ્રા નાં સામુહિક પ્રયાસ સાથે ધ્રાંગધ્રા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનાં સન્માન નો સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન થી શિક્ષકો લાગણી અને ગર્વ સાથે આભારી બન્યા હતા સઅને પ્રતિબદ્ધતાઓ થી ભાવિ પેઢીના શિક્ષણ માં સર્વ શ્રેષ્ઠ યોગદાન નો સંકલ્પ લીધો હતો.રોટરી ક્લબના કુલદીપસિંહ ઝાલા અને વિશાલભાઈ અઢિયા દ્વારા શિક્ષણ એ ઉજ્જવળ રાષ્ટ્ર્ર માટે મુખ્ય પાયો છે અને શિક્ષક એના સારથી છે તેમ જણાવતા રોટરીન 3S સંકલ્પ સ્વચ્છતા, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે રોટરી સતત કાર્યશીલ રહેશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment