પાટણ જિલ્લા ના 11 પી.આઇ ની બદલી

હિન્દ ન્યુઝ, પાટણ

પાટણ જિલ્લાના 11 પી.આઇ ની બદલી કરવામાં આવી છે. જેમાં રાધનપુર થી જી.આર.રબારી ને પાટણ બી ડિવિઝન માં બદલી કરવામાં આવી છે.ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેમ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ખાતાઓ માં બદલીઓ ના દોર શરૂ થઇ ગયા છે. તાજેતર માં જ જિલ્લા માં પોલીસ કર્મીઓ ની બદલીઓ થઈ ચૂકી છે.તેવામાં જ 11 PI ઓ ને અરસપરસ બદલી કરી દેવામાં આવી છે. રાધનપુર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇનસ્પેકટર જી.આર.રબારી ને પાટણ બી. ડિવિઝન ખાતે મોકલવામાં આવ્યા છે.તેમની જગ્યા એ હાલ સમી ખાતે સી.પી.આઇ તરીકે સંભાળી રહેલ એસ.એફ.ચાવડા ને રાધનપુર ખાતે બદલી કરવામાં આવી છે.
આમ,પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા 11 પી.આઇ ઓ ની બદલી જાહેર હિત માં કરવામાં આવી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment