હિન્દ ન્યુઝ, ભાવનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૨૧ મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનના આયોજન નિમિત્તે યોગ હોલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ, મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે તા.૧૭/૦૬/૨૦૨૨ થી તા.૧૯/૦૬/૨૦૨૨ સુધી સવારે ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધી યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રસ ધરાવતાં તમામ વિદ્યાર્થી ભાઈઓ/બહેનો તથા સર્વએ ભાગ લેવાં ડિપ્લોમા ઇન યોગના એમ.કે.જાડેજાનો મો. નં. ૯૯૭૯૭૦૭૦૬૮ પર સંપર્ક કરી શકે છે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા યુનિવર્સિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી