વિદેશ જવા ઇચ્છુક યુવાઓને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન માટે તા.૧૦ જૂન, ૨૦૨૨ ના રોજ વેબીનાર યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના વિદેશ જવા ઇચ્છુક યુવાઓને વિદેશમાં પ્રાપ્ય રોજગાર તેમજ ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઇડન્સ સેલના વિષય નિષ્ણાતો દ્વારા ડિજીટલ માધ્યમથી ગુગલ મીટ એપ્લીકેશન મારફત તા.૧૦ મી જુન, ૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. ઉક્ત વેબીનારમાં જોડાવા ઇચ્છુકો યુવાનોએ ગુગલ લીંક https://meet.google.com/usa-vzgw-mps પર ASK TO JOIN ક્લિક કરી જોડાવાનું રહેશે. આ વેબીનારનું આયોજન નિ:શુલ્ક છે. વધુ માહિતી માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment