કચ્છના પશુધનને બચાવવા બન્ની વિસ્તારનાં માલધારી -પશુપાલકોને ઘાસચારો પુરો પાડવા બાબતે અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે  તાકીદે બેઠક બોલાવી

હિન્દ ન્યુઝ, ભુજ

            કચ્છ જિલ્લાના લખપત, નખત્રાણા અને ભુજ તાલુકના બન્ની વિસ્તારમાં અપુરતા અને કમોસમી વરસાદના કારણે માલધારી પશુપાલકોનુ સ્થળાંતર અટકે અને તેમના પશુધનને ઘાસચારા પાણીની વ્યવસ્થા તાકીદે મળી રહે તે માટે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે  મહેસુલ અને આપત્તિ વ્ય્વસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી  અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને તેમના અધિકારીઓ સાથે રાજ્ય અને જિલ્લાના સંવર્ગના અધિકારીઓની  સાથે તાકીદની બેઠક યોજી હતી. અધ્યક્ષએ તાકીદે અછત રાહત કમિશનર પાસેથી પરિસ્થિતિનો વિગતવાર અહેવાલ જાણ્યો હતો.    

         મહેસુલ મંત્રીને અનુરોધ કરતા અધ્યક્ષ ડો. નીમાબેને ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઉપલબ્ધ ઘાસચારાના ભાવમાં વધારો થયેલ હોય વન વિભાગ હસ્તકના ગોડાઉનથી છેલ્લા એક વર્ષના ઘાસનો જથ્થો અનામત રાખીને અગાઉના બે વર્ષનો ઘાસનો જથ્થો પડતર કિમંતે વિતરણમાં મુકવામાં આવે તેવી રજૂઆત કરતાં કહ્યું હતું કે તો જ પશુપાલકોને ઘાસચારો સરળતાથી મળી રહેશે.

       આ તકે તેમણે જિલ્લા વન વિભાગને પણ ચરિયાણ અને રખાલો પશુધન  માટે ખુલ્લી રાખવા જણાવ્યું હતું.  તેમજ પડતર કે રાહત દરે ગોડાઉનના ઘાસનું વિતરણ કરવા રજૂઆત કરી હતી.

        રાહત કમિશનરના અહેવાલ મુજબ હાલે કચ્છ માં કુલ ૫૩.૫૪ લાખ કિલો ઘાસચારો  ઉપલબ્ધ છે જ્યારે વર્ષ ૨૦૧૯ ની પશુ ગણતરી પ્રમાણે બન્ની પચ્છમ વિસ્તારોમાં કુલ ૧,૦૯,૩૬૪ અને લખપત તાલુકામાં ૮૫,૫૩૬ પશુધન છે. માલધારીઓ ખેતીની જમીન ધરાવતા ના હોવાથી તેમજ તેમનું અન્યત્ર સ્થળાંતર અટકે એટલે તાકીદે ઘાસચારા વિતરણના અમલીકરણ માટે સંબંધિતોને તાકીદ કરી હતી.

        ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ખાનગી હોસ્પિટલમાં લોકાર્પણ સમયે વર્ચ્યુઅલી કચ્છના માલધારીઓના સ્થળાંતરને અટકાવવા માલધારીઓને અનુરોધ કર્યો હતો. માત્ર પ્રજા જ નહીં પશુધનરક્ષા કાજે પણ સરકાર સંવેદનશીલ છે એમ જણાવ્યું હતું.

      નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ અધ્યક્ષએ કલેકટર કચેરી ભુજ ખાતે પશુઓ માટે ઘાસચારો અને પાણીની ઉપલબ્ધતા બાબતે મીટીંગ યોજી રખાલો  અને ચરિયાણો ખુલ્લી મુકવા તેમજ પશુ માટે પાણીના હવાડાઓ ભરી રાખવા સંબંધીત આમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી તેમજ પશુપાલકોના પ્રશ્નો બાબતે જાત માહિતી પણ મેળવી હતી.

        અને હાલે જિલ્લામાં પશુપાલકો, માલધારીઓ અને પશુધન માટે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી પડતર કે રાહત દરે સરકારી ગોડાઉનના ઘાસ વિતરણ અને  ચરિયાણ ખુલ્લી મુકાય તે માટે સંબંધિતોને તાકીદ કરી હતી.

Related posts

Leave a Comment