હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીરસોમનાથ તા-૦ ગીર સોમનાથ જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ફેબ્રુઆરી-૨૦૨૨માં આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તા. ૦૭-૦૨-૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે.
આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય, નિબંધ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાશે. જિલ્લાક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધકને સૌરાષ્ટ્ર ઝોન સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારો ત્રણ વિભાગમાં (અ, બ અને ઓપન) આયોજિત આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકે જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે ફોર્મ ભરીને પ્રવેશ પત્ર પરત મોકલી આપવાનું રહેશે. વધુ જાણકારી માટે આ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તથા રમત ગમત કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogspot.com પરથી પણ માહતી મેળવી શકાશે. તેમ યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવાયું છે.