દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને નલ સે જલ યોજનાનો ખાતમુહુર્ત કાર્યક્રમ

હિન્દ ન્યુઝ,  દેવભૂમિ દ્વારકા 

લોકોને અપુરતા, ક્ષારયુક્ત અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છેઃ -રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા 

દેવભૂમિ દ્વારકા તા.૨૫, શ્રમ અને રોજગાર તથા પંચાયત અને પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાગડાધાર રામાપીર મંદીર, ધરમપુર ખાતે પાણી પુરવઠા વિભાગ હસ્તકની ધરમપુર, શક્તિનગર, હર્ષદપુર અને રામનગર ગામોની રૂપિયા ૧૮.૦૨ કરોડની “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા ધરમપુર, શક્તિનગર, હર્ષદપુર અને રામનગર ગામોના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા રૂપિયા ૧૮.૦૨ કરોડના કરોડના ખર્ચે આ ચારેય ગામોમાં ૮૪૦૧ ઘરોને પાણીના કનેક્શનનું જોડાણ આપવામાં આવશે. આ યોજના પુર્ણ થયે આ ચારેય ગામોની કુલ ૫૨ હજારથી વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે. વધુમાં તેમણે દેવભૂમિ સંવેદનશીલ અને પ્રગતિશીલ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા આ કાર્યને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની નેમ ઉપાડી છે, જેના પરિણામે નલ સે જલની આ યોજનાઓથઈ હવે દ્વારકાના રહેવાસીઓ મીઠા જળથી ઘર આંગણે દ્વારકાધીશને મીઠા પાણીના ઘુંટડા ભરાવશે તેમ પણ ઉમેર્યુ હતું. આ તકે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧ લાખથી વધુ ઘરોને નળ જોડાણની સુવિધા પુરી પાડવામા આવેલ છે, અને જિલ્લામાં અત્યાર સુધીમાં હાલ કુલ ૮૮.૨૪ ટકા ઘરોમાં પાઈપલાઈન મારફત પાણી પહોચાડવાના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. સાસદસભ્ય પૂનમબેન માડમે આંતરીયાળ વિસ્તારના લોકોને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે, નલ સે જલ યોજનાના લાભાર્થે હવે આ ચારેય ગામોના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું. આ તકે વાસ્મો યોજના અંતર્ગત લોકફાળો ઉઘરાવી ગ્રામ પંચાયતની પાણી સમિતિને જમા કરાવનાર તમામને નલ સે જલ યોજના અંતર્ગત ઉત્સાહ પૂર્વક કામગીરી કરવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્‍લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી,જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણઝારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, બાંધકામ સમિતિ ચેરમેન જીતેન્‍દ્ર કણઝારીયા, ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ રામદેવભાઈ કરમુર, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પાણી પુરવઠા અધિકારી નાગર સહિત ભાજપના આગેવાન હરીભાઈ નકુમ, કિરીટભાઈ ખેતીયા, વી.ડી.મોરી તથા ગ્રામ પંચાયતના સરપંચઓ તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment