હિન્દ ન્યુઝ, થરાદ
થરાદ તાલુકા કક્ષાનો અંડર 19 કબડ્ડી શાળાકીય રમતોત્સવ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે યોજાયો. 19 વર્ષથી નીચેની વયના ભાઇઓ તથા બહેનો ની કુલ ૧૨ ટીમો આ સ્પર્ધામાં ભાગ લીધો. ગાયત્રી વિદ્યાલય ના યજમાન પદે યોજાયેલ સ્પર્ધામાં શાળા ના આચાર્ય ડોક્ટર આર.વી.પટેલ એ ઉદ્બોધન કરી અને સ્પર્ધા ખુલ્લી મૂકી. આ સ્પર્ધામાં ગાયત્રી વિદ્યાલય થરાદ ની ભાઈઓ અને બહેનો ની ટીમો વિજેતા બની. જ્યારે વાઘાસણ અને નારોલી ની ટીમ રનર્સ અપ બની.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ