છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, રાજપીપલા

નર્મદા જિલ્લાસમાં તા.૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ને શનિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે સાગબારા તાલુકામાં–૩૭ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-૧૫ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાક પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત્ થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૭૩૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૦૧૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૮૭૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૬૯૯ મિ.મિ સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો-૫૯૬ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને ગરૂડેશ્વર તાલુકો-૫૦૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૯.૭૦ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૯.૭૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૩.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૩.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment