થરાદ ખાતે આમ આદમી પાર્ટી નું કાર્યાલય નુ ઓપનિંગ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ ખાતે આમ આદમી પાર્ટી નું કાર્યાલય દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકાયું અર્બુદા કોમ્પ્લેક્ષ માર્કિટ યાર્ડ રોડ પર ધરતીપુત્ર સન્માન યાત્રા બનાસકાંઠા ના સુઈગામ તાલુકા થી નડેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને ચાલુ કરવામો આવી તેમો પ્રદેશ નેતા સાગરભાઈ રબારી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઇ પટેલ, તાલુકા પ્રમુખઓ પદાધિકારીઓ કાર્યકર્તાઓ.ખેડૂત આગેવાનો સહિત વાવ ખાતે સભા યોજવામાં આવી. પ્રદેશ નેતાઓનું પાઘડી પહેરાવી, સાલ ઓઢાડી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે થરાદ તાલુકા આમ આદમી પાર્ટી કાર્યાલય નું ઓપનિંગ પણ કરવામાં આવ્યું અને જાહેર સભા યોજવામાં આવી. આ કાર્યાલય ના ઓપનિંગ માં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનાં લોકો જોડાયા અને એમની અલગ અલગ હોદ્દાઓ ઉપર નિમણૂક કરવામાં આવી. ઉપ પ્રમુખ દેસાઈ ચોથાભાઈ આશલ, કમલેશભાઈ પટેલ, કમલેશભાઈ નાગલા, મહામંત્રી પટેલ જગદીશભાઈ, મંત્રી પટેલ કાનજીભાઈ મેસરા, પરમાર શ્રવણભાઈ, યુવા પ્રમુખ દરજી અરવિંદભાઈ, સંગઠન મંત્રી પરમાર ગેનાભાઈ, સોશિયલ મીડિયા કન્વીનર વાણીયા દિનેશભાઇ, મીડિયા કોઓડિનેટર ચૌહાણ પ્રવિણભાઈ, ડોકટર સેલ ચૌધરી હિતેશભાઈ, કિસાન સેલ પટેલ તેજભાઈ, કિસાન મહામંત્રી પટેલ વરધાભાઈ ખરાખોડા વાળોને અલગ અલગ જવાબદારી ઓ સાથે હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા, સાથે શહેર પ્રમુખ રાણાભાઈ માળી, ઈશ્વરભાઈ હાથાવાડા અને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા તેવું તાલુકાના પ્રમુખ થાનાભાઈ પટેલની યાદી જણાવ્યું હતું.

રિપોર્ટર : ભરત રાજપુત, અછવાડીયા

Related posts

Leave a Comment