આર.ટી.ઓ. કચેરી દ્વારા દ્વિચક્રી મોટર સાયકલ માટે સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આર.ટી.ઓ. કચેરી ભાવનગર દ્વારા દ્વિચક્રી મોટર સાયકલ માટેની સીરીઝ GJ-04-DR 0001 થી 9999 ની રી-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામા આવશે. જેમાં તા.૨૪-૦૮-૨૦૨૧ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રિયામા તા.૨૪-૦૮-૨૦૨૧ થી તા.૨૭-૦૮-૨૦૨૧ સુધી સવારના ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રિયાનુ પરીણામ તા.૨૭-૦૮-૨૦૨૧ના રોજ સાંજના ૪:૦૦ કલાકે જાહેર કરવામા આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment