શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના હોલમાં ખારવા સમાજ ની પરંપરાગત રીતે ચુંટણી કરાઇ……

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના હોલમાં ખારવા સમાજ ની પરંપરાગત દર વર્ષ ની જેમ શ્રાવણ માસને એકમ ના દિવસે પટેલ ની ચુંટણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ કામનાથ મહાદેવ ના મંદિર ના હોલમાં અધ્યક્ષો, ચોવતીયા, પંચ, સભ્યો મળતા જેમાં પટેલ તરીકે ઉમેદવારી કરવાની રજુઆત કરવામાં આવતા કોઈપણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવતીયા પંચ સભ્યો તથા ડાયરા ના પટેલઓ એ પટેલ તરીકે જીતુભાઇ કુહાડા ને બીન હરિફ જાહેર કરેલ આ સાથે જીતુભાઇ કુહાડા પટેલ ૧૭મી વખત ચૂંટાયેલા ને ૨ વખત ઉપ પટેલ તારીખે હતા તેમજ ટોટલ ૧૯ વર્ષ થી સમસ્ત ખારવા સમાજ ના પટેલ તરીખે બિન હરીફ ચૂંટાઇ આવે છે આ સાથે માનનીય પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને સંન ૨૦૨૧ – ૨૦૨૨ ના વર્ષ માટે નક્કી કરવામાં આવેલા કારણ કે ગત વર્ષની તેમની સારી કામગીરી જોઈને હાજર રહેલ પંચ પટેલએ નક્કી કરેલ ત્યાં હાજર રહેલા સભ્યોએ હાજરી આપેલ હતી.

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને કામકાજના મદદ રૂપ થાય તે માટે બાબુભાઈ જેઠાલાલ જુંગી તેમજ બાબુભાઈ ત્રિકમભાઈ આગીયા ફરી વખત ઉપ પટેલ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ ખારવા સમાજ ના અધ્યક્ષ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ના પૂર્વ ડાઇરેકટર, અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના પુર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા ખારવા સમાજ ના અધ્યક્ષ જીવાભાઈ ચોમલ, મોહનભાઈ આગીયા, ગણેશભાઈ વધાવી, ખીમજીભાઈ કુહાડા, દેવજીભાઈ ફોફંડી, ચુનીભાઈ ગોહેલ, દિનેશભાઈ કુહાડા, કિશોરભાઈ ગોહેલ, જીતુભાઈ ગોહેલ, ગોપાલભાઈ વરીદુમ શ્રી વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજ ના પટેલ હીરાભાઈ વધાવી, ચુનીલાલ ચોમલ, ધરમશીભાઈ ભુત્તી તથા આગેવાનો, શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિયેશન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, ઉપ પ્રમુખ હરીભાઈ સુયાણી, બાલાભાઈ કોટીયા, રામજીભાઈ કોટીયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ડાયરા ના પટેલો, માલમડી બેઠક ના પટેલ પદમભાઈ ભુત્તી, ઉક્લાગોધા બેઠક ના પટેલ મોહનભાઈ ગોહેલ, દાણા બેઠક ના પટેલ મોહનભાઈ ભારાવાળા, પાનખાઈ બેઠક ના પટેલ પ્રેમજીભાઈ લોઢારી, ધાનખાય બેઠક ના પટેલ અરવિંદભાઈ ફોફંડી, ભાટલી બેઠક ના પટેલ બાબુભાઈ આગિયા મસાણી બેઠક ના પટેલ બાબુભાઈ કોટીયા, ભુરીયા બેઠક ના પટેલ વીનુભાઈ ભુત્તી, ભૈસલા બેઠક ના પટેલ પ્રભુદાસભાઈ ભૈસલા, મુકાદમ બેઠક ના પટેલ ત્રીકમભાઈ ચોમલ, ડેલા બેઠક ના પટેલ દેવજીભાઈ ફોફંડી, ડાબરીયા બેઠક ના પટેલ કિશોરભાઈ કુહાડા, ખાપંડી બેઠક ના પટેલ હરેશભાઈ ખાપંડી ચોવતીયાઓ મા કીશનભાઈ વાંદર, ગણેશભાઈ ગોહેલ, દિનેશભાઈ માલમડી, રાજુભાઈ કુહાડા ખારવા સમાજ મહેતાજી નારણભાઈ બાંડીયા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ, ચોવતીયા, પંચ, સભ્યો, તથા ડાયરા ના પટેલો તેમજ વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજ ના આગેવાનો તેમજ બોટ એસોસિયેશન આગેવાનો તેમજ મિત્ર મંડળો બહોળી સંખ્યામાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા નુ ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવેલ હતું.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment