હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર કોરોના જેવી મહામારીમાં શહેરની સેવાકીય સંસ્થા, ડોકટર્સ તેમજ અનેક સેવાભાવી દ્વારા રાત દિવસ જોયા વિના કોરોના વોરિયર્સ તરીકે સેવા આપેલ હોય તેવા તમામ કોરોના વોરિયર્સનું ભાજપ પરિવાર દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ,જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપના આગેવાન હાજર રહેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ભાજપની ટીમ જહેમત ઉઠાવેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ