ભાવનગર જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે યોજાશે ‘નારી ગૌરવ દિવસ’

હિન્દ ન્યુઝ, ભાવનગર

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.

જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કાર્યક્રમનાં ચોથા દિવસે એટલે કે તા.૦૪/૦૮/૨૦૨૧ના રોજ ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામા આવશે. જેમાં નારી ગૌરવ દિવસનો મુખ્ય કાર્યક્રમ મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરશોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ભાવનગર ખાતે યોજાશે તેમજ ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ પણ સવારે ૧૦:૦૦ કલાકથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે.

જે કાર્યક્રમ અંતર્ગત માહિલાઓને જિલ્લાનાં વિવિધ સ્થળો પરથી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભો અપાશે તેમજ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના સખી મંડળોને વિવિધ લાભો એનાયત કરાશે. કાર્યક્રમ અંતર્ગત બહેનોને બેન્ક ધિરાણ ચુકવવામાં આવશે તેમજ વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવશે. આ સિવાય જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિવિધ સ્થળોએ આંગણવાડીના નવીન મકાનોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી ભાવનગર

Related posts

Leave a Comment