ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઓગષ્ટ-૨૦૨૧થી શરૂ થનાર પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી શકશે

હિન્દ ન્યુઝ, પલાણા

     ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઓગષ્ટ-૨૦૨૧થી શરૂ થનાર પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ http://itiamission.gujarat.gov.in વેબસાઇટપર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૧ રાખવામાં આવેલ છે. પ્રવેશફોર્મનું રજીસ્ટ્રેશન તેમજ સ્વિકારવાની છેલ્લી તારીખ ૦૩-૦૮-૨૦૨૧ સુધી કામગીરી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઔધોગિક તાલીમ સંસ્થા પલાણાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૫૦ આપીને રજીસ્ટ્રેશનની પહોંચ મેળવી લેવાની રહેશે. ઓનલાઇન મેરીટ અને કોલલેટર પ્રસિધ્ધ કરવાની તા.૦૭-૦૮-૨૦૨૧ છે તેમ ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણાની અખબારયાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment