ગીર સોમનાથ વેરાવળ વોર્ડ નંબર ૧૦ ગાંધીચોક પોલીસચોકી બાજુમાં મિનારા મસ્જિદ પાછળ દરગાહ તેમજ કબ્રસ્તાનની અંદર ભયંકર આગ

હિન્દ ન્યુઝ, વેરાવળ 

   ગીર સોમનાથ વેરાવળ વોર્ડ નંબર ૧૦ ગાંધીચોક પોલીસચોકી બાજુમાં મિનારા મસ્જિદ પાછળ દરગાહ તેમજ કબ્રસ્તાનની અંદર ભયંકર આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ માછીમાર સેલના ચેરમેન અશ્વિનભાઈ કિશોરભાઈ સૂયાણીને કોલ કરી જાણ કરેલ ત્યાર બાદ અશ્વિન સૂયાણી દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેર ને કોલ કરી બાદ ટેમ્પા સાથે અશ્વિન સૂયાણી ઘટના સ્થળે પોહચ્યા અને GEB માં કોલ કરી તે વિસ્તારની લાઈટ બંધ કરાવી પોતે પણ આગ ને કાબુ કરવા પ્રયત્ન કર્યો સાથે તંત્ર તેમજ સ્થાનિક લોકોએ પણ ખુબ જ સારી રીતે ફરજ નિભાવેલ અને આ આગ થારવામાં મદત રૂપ થયેલ. કબ્રસ્તાન માં આગ એટલી ભયંકર હતી કે જો સમય સર આગ થારવામાં નહિ આવત તો કબ્રસ્તાન ની આજુ બાજુમાં ખારવા સમાજના ઘણા મકાન તેમજ ઘણી બધી દુકાનો પણ આગને હવાલે થઈ જાત. હાલમાં પરિસ્થિતિ કાબુ માં છે કોઈ મોટું નુકસાન કે કોઈ જાન હાનિ થઈ નથી.

રિપોર્ટર : મો.સઈદ મહિડા,  વેરાવળ

Related posts

Leave a Comment